Corona Information
PREVENTION IS BETTER THAN CURE
WHAT ARE THE MOST COMMON SYMPTOMS OF CORONA VIRUS INFECTION AND HOW DOES IT SPREAD ?
- Sore Throat/Throat Pain, Dry Cough, Fever, Shortness of Breath
- It is highly contagious and spreads very fast through droplet infection by indiscriminate coughing/sneezing and poor hand hygiene
HOW CAN WE PREVENT IT ?
SOCIAL DISTANCING (33%) + HAND WASHING/SANITIZING (33%) + MASK USE & COUGH ETIQUETTE (33%) = MAXIMUM PROTECTION/MINIMAL SPREAD (99%)
GUIDELINES FOR SOCIAL DISTANCING (33% Effective)
- 1) It is best NOT LEAVE YOUR HOMES or TRAVEL FOR ANY NON-ESSENTIAL ACTIVITY
- 2) Keep a DISTANCE OF 1M from other people at all times
- 3) AVOID ALL SOCIAL GATHERINGS AND GROUP ACTIVITIES like family socializing, weddings, parties, get-togethers, bhakti, group activities, sports etc
GUIDELINES FOR HAND WASHING/HAND SANITIZER USE (33% Effective)
- 1) Washing hands frequently with soap and water (20 sec wash time) is very helpful in containing the spread of the virus, as we spread the virus unknowingly through whatever we touch and by touching our nose/mouth/eyes. Frequency can be every 30-60 min. depending on your level of exposure to outside people and things
- 2) Any HAND SANITIZER (with 60-70% Alcohol Base) should be used whenever hand washing is not possible
- 3) One should WASH/SANITIZE hands after every cough/sneeze into your hands
- 4) AVOID touching your face/nose/mouth/eyes, or touch only immediately after sanitizing or washing your hands
GUIDELINES FOR MASK USE and COUGH ETIQUETTE (33% Effective)
- 1) A mask is to be used by:
- a) Any person with cough OR cold OR fever
- b) Any person who is in care of a sick person with above symptoms
- c) Any person at HIGH RISK of infection
- d) Any person when in an overcrowded area
Everyone DOES NOT need to wear masks all the time but keeping one with you and using is appropriately is useful
- 2) COUGH/SNEEZE on your sleeves and NOT into your hands
- 3) DO NOT touch the outer surface of the mask while wearing and removing it frequently
- 4) Ideally disposable masks should be discarded once wet or damp
- 5)Cloth Masks can be washed with soap, dried and reused
GUIDELINES FOR HIGH RISK PEOPLE:
-
1. WHAT IS MEANT BY HIGH RISK ?
- A High Risk person is one who is more likely to get SERIOUS DISEASE incase infected by Corona Virus. MOST DEATHS occur in High Risk people
-
2. WHO IS AT HIGH RISK ?
- Anyone with LOW IMMUNITY due to any of the following Risk Factors, the more the no. of Risk Factors, higher the Risk:
- a) Age above 60 yrs
- b) Weak Lungs due to smoking or any other lung disease like Asthma, TB, Chronic Bronchitis etc
- c) Diabetes and High Blood Pressure
- d) Heart Disease, History of By-pass or Stenting
- e) Current or past history of Cancer, on Chemotherapy
- f) On Steroid medication
- g) Chronic Kidney or Liver problems
- h) Autoimmune diseases like Rheumatoid Arthritis etc.
- i) HIV, Hepatitis B or C
- j) Any Recent Major Surgery
- k) Any Recent Hospitalisation
- l) Any Chronic Disease
It is best for HIGH RISK people NOT LEAVE THEIR HOMES or TRAVEL FOR ANY NON-ESSENTIAL REASON
If they develop any of the above symptoms, Seek Medical Advice urgently by Phone first then in person if required
GUIDELINES FOR QUARANTINE
- 1) Anyone who has Recently Travelled Internationally, should SELF-QUANRANTINE themselves and their family indoors for 14 days from the date of entry into India, to report immediately to the medical team if any symptoms are seen by phone first and in person as decided after that
- 2) Anyone who is a CLOSE CONTACT of a Positive COVID-19 patient, to follow as mentioned above
GUIDELINES FOR INCREASING YOUR OWN IMMUNITY
- 1) Eat light, DO NOT OVEREAT
- 2) Take ENOUGH REST, AVOID EXCESSIVE PHYSICAL (Heavy Exercise) AND MENTAL EXERTION/STRESS (Frequently watching News) that will drain away your energy
- 3) DRINK PLENTY OF FLUIDS like plain or warm water, fresh fruit juices, soups etc. Herbal drinks can be taken
- 4) AVOID eating anything outside of your home
- 5) Preferrably AVOID cold/sweet/milk and related food items
સારવાર કરતા રોગનો ફેલાવ રોકવો અગત્યનો છે.
કોરોના વાઇરસ ના ચેપના મુખ્ય લક્ષણો શું છે અને તે કેવી રીતે ફેલાય છે ?
- ગળામાં દુખાવો, કોરી ઉધરસ, તાવ, શ્વાસ ચડવો તેના મુખ્ય લક્ષણો છે
- તે બહુ ચેપી છે અને ઝડપથી બેદરકારી પૂર્વક ઉધરસ અથવા છીંક ખાવાથી અને હાથ ના ધોવાથી ફેલાય છે
આપણે તેનાથી કઈ રીતે બચી શકીએ ?
લોકોથી દૂર રહેવું (૩૩%) + હાથ ધોવા/ સેનીટાઈઝ કરવા (૩૩%) + માસ્ક પહેરવો/ઉધરસ ખાવાની યોગ્ય રીત (૩૩%) = વધુ રક્ષણ + ઓછો ફેલાવો (૯૯%)
લોકોથી દૂર રહેવાના સૂચનો (૩૩% અસરકારક)
૧. અનાવશ્યક કારણોથી ઘરની બહાર જવાનું અથવા પ્રવાસોમાં જવું ટાળો
૨. લોકોથી ૧ મીટર ની દૂરી રાખવી
૩. સામુહિક પ્રવૃતિઓ ને ટાળો – કુટુંબ ના મેળાવા, પાર્ટીઓ, લગ્નો, રમતો, ભક્તિ, પ્રવાસો વી.વી.
હાથ ધોવા / હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ ના સૂચનો (૩૩% અસરકારક)
૧. વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેકન્ડ સુધી) એ વાઇરસ નો ફેલાવો અટકાવવામાં બહુ મદદરૂપ છે કારણ કે આપણે અજાણતા જેને અડીએ તેના દ્વારા અને પોતાના મો/નાક/આંખ અડવાથી ફેલાવો કરીએ છીએ. દર ૩૦-૬૦ મિનિટે હાથ ધોઈ શકાય, બહારની વ્યક્તિઓ અને વસ્તુઓ ના સંપર્ક ના આધારે
૨. હાથ ધોવાનું શક્ય ના હોય ત્યાં હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરવો જોઈએ
૩. દર વખતે હાથમાં ઉધરસ / છીંક ખાધા પછી
૪. તમારા આંખ / નાક / મો ને હાથથી અડવાનું ટાળો, અથવા સેનીટાઇઝ કે ધોયા પછીજ તુર્ત અડવું
માસ્ક પહેરવાના અને ઉધરસ/છીંક ખાવાના સૂચનો (૩૩% અસરકારક)
માસ્ક કોણે પહેરવો જોઈએ:
૧. જેને ઉધરસ અથવા શરદી અથવા તાવ હોય તેણે
૨. જે વ્યક્તિ કોઈ બીમાર વ્યક્તિની સેવામાં કે બાજુમાં હોય
૩. જેની આજુબાજુ રહેનારા અથવા કામ કરનારા લોકોણે ઉધરસ હોય
૩. જેને ચેપ લાગવાનું વધુ જોખમ છે
૪. વધુ લોકો સાથે ભેગા થયા હોય તેવી જગ્યાઓમાં
બધાએ કાયમ માસ્ક પહેરવાની જરૂર નથી પણ સાથે રાખવો હિતકારી છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ
ઉધરસ/છીંક તમારી બાઈ પર ખાવી, સીધા હાથમાં નહી
માસ્ક ના બહારના ભાગ ને અડ્યા વગર પહેરવો અને કાઢવો
સામાન્ય રીતે દિસ્પોઝેબલ માસ્ક ને ભીના થયા પછી ફેંકી દેવો જોઈએ
કાપડ ના માસ્ક ને સાબુથી ધોઈ, સૂકવી ને ફરીથી વપરાય
ચેપ લાગવાનુ વધુ જોખમ કોને છે તેના સૂચનો
વધું જોખમ એટલે શું ?
કોરોના નો ચેપ લાગવાનું વધુ જોખમ જેને હોય તેને વધુ ગંભીર બીમારી થઇ શકે. મોટા ભાગના મૃત્યુ આવા લોકોમાં થાય છે.
વધુ જોખમ કોને છે ?
જેની રોગપ્રતિકારક શક્તિ કોઈ પણ કારણથી ઓછી હોય તેને વધુ જોખમ, જેટલા વધુ જોખમી પરિબળો તેટલું વધુ જોખમ:
૧. ૬૦ વર્ષ થી વધુ ઉમર
૨. નબળા ફેફસા – બીળી-સિગરેટ ફૂન્કવાથી અથવા ફેફસાની બીમારી જેમકે દમ, ટી.બી વી. થી
૩. ડાયાબિટીસ અને હાઇ બી.પી
૪. હ્રદય રોગ અથવા બાઈપાસ કરાવી હોય કે સ્ટેન્ટ મુકાવ્યો હોય
૫. હાલમાં અથવા પૂર્વે કેન્સર થયેલો હોય અથવા કિમોથેરાપી ચાલુ હોય
૬. સ્ટીરોઇડ ની દવાઓ ચાલુ હોય
૭. લીવર અથવા કીડની ની લાંબા સમયની બીમારી
૮. સંધિવા અને તેના જેવા રોગો
૯. એચ.આઈ.વી., હેપેટાઈટીસ બી. અથવા સી.
૧૦. કોઈ પણ મોટું ઓપરેશન નજીકમાં થયેલું હોય
૧૧. કોઈ પણ કારણથી નજીકમાં હોસ્પીટલમાં દાખલ થવું પડેલું હોય
૧૨. કોઈ પણ લાંબા સમયની બીમારી હોય
ઉપરના જોખમી પરિબળો વાળા લોકોએ પોતાના ઘરની બહાર જવું અથવા અનાવશ્યક પ્રવાસ કરવા હિતાવહ નથી
ઉપર બતાવેલ કોઈ લક્ષણ દેખાય તો તુરતજ ડો. નો ફોન પર સંપર્ક કરી ને સલાહ લેવી અને જરૂર પડે તોજ રૂબરૂ બતાવવા જવું
૧૪ દિવસ સુધી ઘેર રહેવા માટેના સૂચનો
૧. કોઈ પણ વ્યક્તિ કે જેણે થોડા સમય પહેલાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો હોય તેણે ઇન્ડિયા માં પ્રવેશ્યા બાદ ૧૪ દિવસ સુધી પોતાની જાતને અને નજીકના પરિવારજનો સાથે ઘરની અંદર રહેવું, આ દરમિયાન કોરોના ના કોઈ લક્ષણ જોવા મળે તો તુર્તજ મેડિકલ ટીમને જાણ કરવી
૨. કોરોના થયેલા દર્દીની જોડે રહેનાર વ્યક્તિએ ઉપર મુજબ કરવું
પોતાની રોગપ્રતિકારક શક્તિને વધારવા ના સુચનો
૧. હળવો ખોરાક લેવો, ઠોકમઠોક ન ખાવું
૨. પુરતો આરામ કરવો, વધુ પડતો શારીરિક ( દા. ત. ભારે કસરતો) અથવા માનસિક શ્રમ કે ચિંતા વધે (દા. ત. વારંવાર ન્યુઝ જોવા) તેવી પ્રવૃતિઓ કરવી નહી
૩. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા જેમ કે સાદું અથવા હુંફાળું પાણી, ફ્રુટ જ્યુસ, સુપ વી. ઉકાળાઓ લઇ શકાય
૪. ઘર બહારનું કંઈ ખાવું-પીવું નહી
૫. ઠંડી વસ્તુઓ / મીઠાઈઓ / દૂધ અને તેની બનાવટો ન લેવી હિતાવહ છે